લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન ભવન માટે રૂ. 50 લાખનું દાન

Wednesday 28th January 2026 05:12 EST
 
 

ભુજઃ લક્ષ્મી નારાયણ કેન્દ્રસ્થાનના સત્સંગ હોલમાં અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજની સામાન્ય સભા સંસ્થાના પ્રમુખ ગંગારામભાઈ રામાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પ્રમુખે સંસ્થામાં ચાલતી અતિથિગૃહના નવનિર્માણની કામગીરીનો અહેવાલ આપતાં જણાવ્યું હતું કે, ભવન નિર્માણનું મોટાભાગનું કામ પૂર્ણતાને આરે છે.  એપ્રિલ 2026 સુધીમાં કામ પૂર્ણ થઈ જતાં લક્ષ્મીનારાયણ મંદિરના આગામી પાટોત્સવ વખતે ભવનનું લોકાર્પણ કરવાનો સંસ્થાએ નિર્ધાર કર્યો છે. આ કાર્ય માટે સભામાં રૂ. 50 લાખનું દાન નોંધાયું હતું.


comments powered by Disqus