વાવ-થરાદમાં 77મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્યપર્વની રંગેચંગે ઉજવણી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી

Wednesday 28th January 2026 05:13 EST
 
 

વાવઃ વિકાસ, વિશ્વાસ અને વિરાસતનું પ્રતીક વાવ-થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. આ ખાસ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલે વિવિધ ટુકડીઓ દ્વારા કરાયેલી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું.
રાષ્ટ્રધ્વજનું સન્માન અને સલામીદેશભક્તિના ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે ગુજરાતની વિકાસગાથાને અવિરત આગળ વધારવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત સમારોહમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, અતિથિગણ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.વાયુદળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગાની આન, બાન, શાનને ઉજાગર કર્યાં હતાં. પરેડ માર્ચ પાસ્ટના માધ્યમથી શૌર્ય અને સમર્પણને ઉજાગર કરતાં પોલીસ જવાનોની 22 ટુકડીના 810 જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. પોલીસ બેન્ડની મધુર સુરાવલિ સાથે પોલીસના જવાનોની શિસ્તબદ્ધ પરેડ અને માર્ચ-પાસ્ટ યોજાઈ હતી. જે બાદ ચેતક કમાન્ડો, મરિન કમાન્ડો, એસઆરપીના જવાનો, પોલીસની વિવિધ મહિલા-પુરુષ પ્લાટૂન, એસપીસી, સૈનિક સ્કૂલ, એનસીસી, એનએનએસના કેડેટ્સની પરેડની ઉપસ્થિત સૌએ મજા માણી હતી. આ દરમિયાન ચેતક કમાન્ડોનાં બુલેટપ્રૂફ વાહનોનું નિદર્શન, દિલધડક બાઇક સ્ટંટ શો તેમજ રાજ્યનાં ગૌરવવંતા ગુજરાત શ્વાનદળ, ગુજરાત અશ્વદળનાં સુંદર કરતબોની પ્રસ્તુતિ દ્વારા સૌ કોઈ રોમાંચિત થયા હતા. વધુમાં પોલીસ વિભાગ દ્વારા રાજ્યોનાં વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ સાથે વીરરસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ થીમ આધારિત કૃતિઓ રજૂ કરી હતી.
મુખ્યમંત્રીની નગરપાલિકાઓને ભેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધા સમયસર મળી રહે તે માટે નગરપાલિકાઓને 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધા વિકસાવવા નિઃશુલ્ક જમીન ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી નગરપાલિકાઓને નગર સેવાસદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ જેવી સુવિધાઓ મળશે.


comments powered by Disqus