અમદાવાદમાં રૂ.25 કરોડ અને વડોદરામાં 2 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Wednesday 28th October 2026 06:30 EDT
 

અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન કરીને રૂ. 25 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું છે. અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઇવે પર ટોલનાકા પાસેથી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મૂળ દિલ્હી અને ઉત્તરપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તમામ આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરાઈ રહી છે. આ ત્રણેય આરોપી અગાઉ પણ ડ્રગ્સના કેસમાં ઝડપાઈ ચૂક્યા છે. બીજી તરફ વડોદરામાં અમદાવાદ ડીઆરઆઈના ઇન્ટેલિજન્સ ઓફિસર અને તેમની ટીમે વડોદરા રેલવે સ્ટેશને શનિવારે પહોંચેલી 40 વર્ષીય નાઈજીરિયન મહિલા ગ્રેસ વોલિયનની ને રૂ. 2 કરોડના 2.27 કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી હતી. મહિલાને અમદાવાદ ડીઆરઆઈ ઓફિસે લઈ જવાઈ હતી. પૂછપરછ તેણે ફરીદાબાદથી મુંબઈના બાંદ્રા સ્ટેશન સુધી મુસાફરી કરી રહી હોવાનું જણાવ્યું હતું. આ સામાન ક્યાંથી લાવી અને કોને આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરાઈ છે.


comments powered by Disqus