ભાજપનું વોશિંગ મશીન, યુસુફને 20 કરોડનો પ્લોટ 5 કરોડમાં આપ્યો

Wednesday 28th October 2026 07:24 EDT
 
 

વડોદરાઃ પશ્ચિમ બંગાળના બહેરામપુરાના ટીએમસીથી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને તાંદલજાસ્થિત નિવાસસ્થાન પાસેની TP-22ના ફાઇનલ પ્લોટ નં.90ની રૂ. 20.53 કરોડની 978 ચો.મી. જમીન ફાળવી દેવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે, જેમાં વુડા 478 ચોરસ મીટર જમીન તેના પ્રવર્તમાન વેલ્યુએશનના 55 ટકા રકમ વસૂલીને ફાળવશે, જ્યારે 500 ચો.મી. જગ્યા વડોદરા મનપા યુસુફ પઠાણને ભેટસ્વરૂપે આપશે. 14 વર્ષથી ચાલતો આ વિવાદ હવે દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. 2007 (T-20) અને 2011 (વન-ડે)માં ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે યુસુફ પઠાણ તેના સભ્ય હતા. ત્યારબાદ વર્ષ 2012માં યુસુફ પઠાણે વડોદરા મ્યુનિ. કમિશનરને પત્ર લખી પોતાના બંગલાની બાજુના 978 ચો.મીટરના પ્લોટની ફાળવણી કરવા માગ કરી હતી. 


comments powered by Disqus