વડોદરાઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અંતર્ગત ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ આપવા માટે વડોદરા અને મુંદ્રા વચ્ચે સીધી એરટેક્સી સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ એર સર્વિસના સમયપત્રક અનુસાર, વડોદરાથી દરરોજ સોમવારથી રવિવાર દરમિયાન નિયમિત રીતે સવારે 6:30 વાગ્યે, સવારે 6:55 વાગ્યે અને સવારે 7:20 વાગ્યે મુંદ્રા માટે ઉડાન ભરશે. આ ઉપરાંત મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે દર રવિવારે સવારે 7:45 વાગ્યે વધારાની એક વિશેષ ફ્લાઈટ પણ રવાના કરવામાં આવશે. ‘કનેક્ટિંગ બિઝનેસ, પાવરિંગ પ્રોગ્રેસ’ના સંકલ્પ સાથે શરૂ કરાયેલી આ ડાયરેક્ટ એર ટેક્સી સુવિધાથી બંને શહેરો વચ્ચેના વેપાર અને આર્થિક ગતિવિધિઓને મોટો વેગ આપશે. આ પ્રીમિયમ એર ટેક્સી સેવામાં મુસાફરો માટે આરામદાયક સીટ, ઝડપી ચેકઇન અને ઉચ્ચ સુરક્ષા ધોરણો સાથે ક્રૂ મેમ્બર્સ ગોઠવાયા છે. ઉનાળાના વેકેશનને જોતાં આ સેવા ચાલુ કરાઈ છે.

