કચ્છ-ભુજ બોર્ડર પર દેશની સરહદોનું રક્ષણ કરતા વીર જવાનો સાથે વલસાડથી આવેલી બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ભારત વિકાસ પરિષદ, સૂર્યનગરી શાખા દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વલસાડની હરિનંદન સ્મૃતિ પ્રાથમિક શાળાનાં આચાર્યા ભાવનાબહેન મિસ્ત્રીએ હાજરી આપી હતી.

