જજ બનીને ધમકાવવા બદલ ઠગ સુકેશને 8 વર્ષની કેદ

Wednesday 02nd September 2026 06:03 EDT
 

નવી દિલ્હીઃ મહાઠગ સુકેશ ચંદ્રશેખરને દિલ્હી તીસહજારી કોર્ટે વિવિધ કલમો હેઠળ 8 વર્ષની કેદની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટના જજ બનીને ડરાવવા ધમકાવવા બદલ કોર્ટે સજા આપી હતી. 2017માં સુકેશ ભ્રષ્ટાચાર કેસમાં કસ્ટડીમાં હતો ત્યારે પોલીસકર્મીના ફોનથી જજ પૂનમ ચૌધરીને ફોન કરીને ખુદને સુપ્રીમ કોર્ટનો જજ હોવાનો દાવો કર્યો હતો અને પોતાના જામીન વહેલા મંજૂર કરવા માટે દબાણ પણ કર્યું હતું.


comments powered by Disqus