રક્ષાબંધન પર પીએમ મોદીનો અનોખો અંદાજ

Wednesday 02nd September 2026 06:03 EDT
 
 

આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રક્ષાબંધન ફક્ત ઔપચારિક નહોતી. રક્ષાબંધન પછી પીએમ મોદીએ જે ફોટો અને વીડિયો શેર કર્યા હતા તેમાં તેઓ ખૂબ જ સામાન્ય રીતે બાળકો સાથે હસતા અને વાતચીત કરતા જોવા મળ્યા હતા. દરવર્ષની જેમ બાળકોએ પ્રધાનમંત્રીને રાખડી બાંધી હતી. પીએમ મોદી પોતે સમગ્ર સમારંભ દરમિયાન બાળકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. રક્ષાબંધનને પ્રેમ, સ્નેહ અને સંવાદિતાનો તહેવાર ગણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ તહેવાર સમાજમાં પોતાપણું અને સંવાદિતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.


comments powered by Disqus