અમદાવાદથી ભારતની પ્રથમ ગેસ - ડીઝલ આધારિત ટ્રેન શરૂ કરવામાં આવી

Tuesday 03rd February 2026 05:40 EST
 
 

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD), સાબરમતી ખાતે ભારતીય રેલવેની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)-ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું.
અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે, ભારતીય રેલવેએ સ્વચ્છ, પર્યાવરણ–અનુકૂળ તથા કિફાયતી રેલ સંચાલનની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં, ભારતીય રેલવેમાં પ્રથમ વખત પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટની ડ્રાઇવિંગ પાવર કારમાં LNG આધારિત ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલી સફળતાપૂર્વક અપનાવી છે.
આ યોજનાના અંતર્ગત 1400 એચપીની બે ડેમુને ડીઝલ+એલએનજી ડ્યુઅલ પ્રણાલીમાં પરિવર્તિત કરાઈ છે, જેમાં લગભગ 40 ટકા સુધી ડીઝલના સ્થાને એલએનજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ બંને પરિવર્તિત DPC પર 2000 કિલોમીટરથી વધુનું સફળ ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે અને હાલમાં કોઈપણ સમસ્યા વિના નિયમિત યાત્રી સેવામાં સંચાલિત થઈ રહી છે.


comments powered by Disqus