ઓનલાઇન ગેમની લતમાં પૌત્રે દાદાના રૂ. 60 લાખ જુગારમાં કૂંક્યા

Wednesday 04th February 2026 06:22 EST
 

દાહોદઃ ડિજિટલ યુગમાં 5G સ્પીડની સાથે ઓનલાઇન જુગારનું દૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દાહોદના નિવૃત્ત વૃદ્ધે પોતાની જીવનમૂડી પૌત્રના ભરોસે ગુમાવી દીધી છે. પૌત્રએ દાદાના બેન્ક એકાઉન્ટની વિગતોનો દુરુપયોગ કરી, ઓનલાઇન ગેમ્સમાં હારેલી રકમ રિકવર કરવાની લાલચમાં પીએફના પૂરેપૂરા રૂ. 60 લાખ વાપરી નાખ્યા. આમ નિવૃત્તિના સહારે બેઠેલા દાદા અને તેમના પરિવારને  ખાતું ખાલી થઈ ગયું હોવાની જાણ થતાં તેમના પર આભ તૂટી પડયું હતું. 


comments powered by Disqus