ઓસ્ટ્રેલિયા ઓપન અંડર-14માં ડોળાસાની જેન્સી કાનાબાર ચેમ્પિયન

Tuesday 03rd February 2026 05:39 EST
 
 

ડોળાસાઃ કોડિનાર તાલુકાના ડોળાસા ગામની દીકરી હાલ જૂનાગઢ સ્થિત જેન્સી દીપકભાઈ કાનાબાર ઓસ્ટ્રેલિયા યુ-14માં ટેનિસ ટુર્નામેન્ટ જીતી વિદેશમાં ભારતનો ડંકો વગાડ્યો છે.
ડોળાસા ગામના દીપકભાઈ બાલુભાઈ કાનાબાર પ્રાથમિક શિક્ષક છે અને હાલ જૂનાગઢ રહે છે. સંતાનમાં એક દીકરી છે. જેનું નામ જેન્સી કાનાબાર છે. ઓસ્ટ્રેલિયા ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ભારત તરફથી રમવા પસંદ થઈ હતી. જ્યાં સમગ્ર ટુર્નામેન્ટમાં જોરદાર દેખાવ બાદ આજે ફાઈનલ મેચ જીતી દુનિયામાં ભારત અને ડોળાસા ગામનું નામ ઝગમગતું કર્યું છે.
જેન્સી કાનાબાર U-14નું ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે. જેન્સી કાનાબાર ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ પણ જેન્સીને અભિનંદન પાઠવ્યા છે. જેન્સી કાનાબાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં એશિયા-પેસિફીક એલિટ અન્ડર-14 મહિલા વર્ગમાં વિજેતા બની છે.


comments powered by Disqus