ગુજરાતના પોર્ટેબલ સેટેલાઇટ ટ્રેકિંગ ડિવાઇસને યુકે સરકારની મંજૂરી

Wednesday 04th February 2026 06:22 EST
 

પાટણ: પાટણની ધરા પરથી વધુ એક વૈશ્વિક સંશોધન નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) કેમ્પસના ડાયરેક્ટ ડો. જય ધ્રુવે અવકાશ વિજ્ઞાન અને સેટેલાઇટના મોનિટરિંગ માટેનું અત્યાધુનિક ‘પોર્ટેબલ સેટેલાઇટ પોઝિશન ટ્રેકિંગ ડિવાઇસ’ બનાવ્યું છે, જેને યુનાઇટેડ કિંગડમ (UK) સરકાર દ્વારા ડિઝાઇન પેટન્ટ અપાઈ છે. યુકે ગવર્નમેન્ટ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓફિસ દ્વારા મળેલી આ મંજૂરીએ સાબિત કર્યું છે કે, ભારતીય યુવા સ્થાનિક સંસાધનોથી પણ વિશ્વકક્ષાની ટેક્નોલોજીનું નિર્માણ થઈ શકે છે.
આ પોર્ટેબલ ડિવાઇસ ખાસ કરીને અવકાશ વિજ્ઞાન અને સેટેલાઇટ મોનિટરિંગ માટે તૈયાર કરાયું છે. મિશન-ક્રિટિકલ સિસ્ટમ્સમાં જ્યારે સેટેલાઇટની ચોક્કસ પોઝિશન ટ્રેક કરવાની જરૂર હોય, ત્યારે આ નાનું અને પોર્ટેબલ સાધન અત્યંત સચોટ પરિણામો આપે છે. ડો. જય ધ્રુવે જણાવ્યું કે, ‘મારો ઉદ્દેશ્ય હંમેશાં એવી ટેક્નોલોજી વિકસાવવાનો રહ્યો છે, જે વાસ્તવિક દુનિયાની જટિલ સમસ્યાનો ઉકેલ લાવી શકે.
આ ડિવાઇસની મુખ્ય વિશેષતાઓ
રિયલ ટાઇમ મોનિટરિંગ: સેટેલાઇટની દિશા, ગતિ અને તે કયા ઓર્બિટ પર છે તેની ચોક્કસ માહિતી પળવારમાં મળે છે.
ખામીની આગોતરી જાણઃ સેટેલાઈટમાં ટેકનિકલ સમસ્યા સર્જાય અથવા રસ્તાથી ભટકે તો આ ડિવાઇસ તુરંત એલર્ટ આપે છે.
ડેટા સિક્યોરિટી: મિશનની માહિતી ચોરી ન થાય તે માટે તેમાં હાઇલેવલ ડેટા એનક્રિપ્શન સિસ્ટમ છે.
સરળ ડિસ્પ્લે: જટિલ આંકડાઓને બદલે સ્ક્રીન પર સરળ ગ્રાફિક્સ દ્વારા બધું સમજી શકાય છે.


comments powered by Disqus