77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ્’ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું. માહિતી કમિશનરની કચેરી દ્વારા તૈયાર કરાતા ગુજરાતના આ ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં ‘પોપ્યુલર ચોઇસ એવોર્ડ’ શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવી ઈતિહાસ સર્જ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાષ્ટ્રભક્તિની સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને ઉજાગર કરતા ગુજરાતના ટેબ્લોને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.

