જીવ બચાવવા 10 મિનિટ જંગ ખેલી વૃદ્ધે દીપડાને મોતને ઘાટ ઉતાર્યો

Wednesday 04th February 2026 05:39 EST
 
 

ઊનાઃ ગાંગડા વાડી વિસ્તારમાં પિતા-પુત્ર પર હુમલો કરવા આવેલા દીપડાને પિતાએ મોતને ઘાટ ઉતારતાં વનવિભાગ દોડતો થયો હતો. સૌપ્રથમ ઇજાગ્રસ્ત પિતા-પુત્રને હોસ્પિટલે ખસેડાયા હતા. ગાંગડા ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતા બાબુભાઈ વાજા તેમજ તેનો 27 વર્ષીય પુત્ર શાર્દુલ રાત્રે ઘરની ઓસરીમાં બેઠા હતા ત્યારે દીપડો આવી પહોંચ્યો હતો. જેણે સૌપ્રથમ બાબુભાઈ પર અને બાદમાં શાર્દુલ પર હુમલો કર્યો હતો. આ 10 મિનિટના ઘર્ષણ બાદ બાબુભાઈએ દાંતરડાથી દીપડાનું કાસળ કાઢી નાખ્યું હતું.


comments powered by Disqus