નવી દિલ્હીઃ ભારત દ્વારા યુરોપનાં દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ, બાંગ્લાદેશમાં અસ્થિરતા અને દેશનાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જો હાલ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાય તો ભાજપને 280 સીટ મળી શકે. આ આંકડા એક સરવેમાં બહાર આવ્યા છે.
સરવે હાલ ચૂંટણી યોજાય તો ભાજપને પૂર્ણ અને સ્પષ્ટ બહુમતી મળવાનાં સંકેતો આપે છે. કોંગ્રેસને 80 સીટ અને અન્ય પક્ષોને 176 બેઠકો મળવાની સંભાવના છે. ઇન્ડિયા ટુડેના સરવે મુજબ એનડીએને 352 સીટો મળવાની વાત કરાઈ છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 182 સીટો મળવાની સંભાવના છે. અન્ય પક્ષોને ફાળે 9 સીટો જઈ શકે છે.
એનડીએની સૌથી મોટી નિષ્ફળતા કઈ?
સરવેમાં એનડીએ સરકારની સૌથી મોટી નિષ્ફળતા અંગે લોકોને પૂછવામાં આવ્યું હતું. સરવેમાં 20 ટકા લોકોએ મોંઘવારી તેમજ ફુગાવાને સૌથી મોટો મુદ્દો ગણાવ્યો હતો. 17 ટકા લોકોએ બેકારી જ્યારે 9 ટકા લોકોએ આર્થિક વિકાસમાં નિષ્ફળતાને તથા 5 ટકા લોકોએ સાંપ્રદાયિક હિંસા તથા અલ્પસંખ્યકોમાં ભયને મહત્વનો મુદ્દો ગણાવ્યો હતો. સરવેમાં 27 ટકાએ કહ્યું હતું કે સ્થિર સરકાર હોય તો ઝડપી નિર્ણયો લેવાય છે.
કોને કેટલી સીટો મળે?
એનડીએ 352
ભાજપ 41 ટકા મત
ઇન્ડિયા ગઠબંધન 182
કોંગ્રેસ 20 ટકા મત
અન્ય 09

