જૂનાગઢ ખાતે આયોજિત વિકાસકાર્યોના લોકાર્પણ પ્રસંગે એક વિશેષ ક્ષણ જોવા મળી હતી. તાજેતરમાં જેમના નામની પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે, તેવા જૂનાગઢના જાણીતા કલાકાર હાજી રમકડું (મીર હાજી કાસમ)નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેજ પર ભાવભીનું સન્માન કરાયું હતું. હાજી રમકડુંએ આ સન્માન સ્વીકારતાં કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

