પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીને નશામાં ત્રણ વાહનોને અડફેટે લીધાં

Wednesday 04th February 2026 06:22 EST
 

વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિને સોમવારે નશામાં ધૂત થઈ મોડી રાત્રે 3 વાહનોને અડફેટે લીધાં હતાં. જૂના પાદરા રોડ પર પુનિતનગર પાસે ‘ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ’ની ઘટનાના મામલે પોલીસે ગુનો દાખલ કરી જેકોબની ધરપકડ કરી હતી. આગામી 15 ફેબ્રુઆરીએ વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાશે, તેના પ્રચારના ભાગરૂપે બેઠક કરીને જેકોબ માર્ટિન મધર સ્કૂલ પાસેના તેના નિવાસે કાર લઇને જઈ રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર રિયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા વ્રજેશ શાહે અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વ્રજેશ શાહે તેમની 3 કાર ઘર પાસે પાર્કિગમાં મૂકી હતી, જેને નશામાં ધૂત જેકોબ દ્વારા ટક્કર મારવામાં આવી હતી.


comments powered by Disqus