નવી દિલ્હી: ભારતની એરોસ્પેસ કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ (એચએએલ) અને રશિયાની યુનાઈટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન (યુએસી)એ નાગરિક ઉડડ્યન ક્ષેત્રમાં એક ઐતિહાસિક ભાગીદારી કરી છે. હકીકતમાં એએએલ અને યુએસીએ હૈદરાબાદમાં આયોજિત ‘વિંગ્સ ઇન્ડિયા’ એક્ઝિબિશન દરમિયાન રશિયાના એસજે-100 વિમાનનું ઉત્પાદન ભારતમાં કરવા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. રશિયાની એજન્સી તાસના રિપોર્ટ અનુસાર હૈદરાબાદમાં વિંગ્સ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય વિમાન પ્રદર્શન દરમિયાન આ સમજૂતી માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

