મણિપુરમાં 15 ફેબ્રુઆરી સુધી સરકારનું ગઠન થઈ શકે

Wednesday 04th February 2026 06:21 EST
 

ઇમ્ફાલઃ મણિપુરથી આગામી બે સપ્તાહમાં રાષ્ટ્રપતિ શાસન હટી 15 ફેબ્રુઆરી પહેલાં સરકારની રચના શક્ય છે. દિલ્હીમાં મણિપુરના ધારાસભ્યો સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની આ મુદ્દે વાતચીત પૂર્ણ થઈ ગઈ છે. ભાજપ સંસદીય બોર્ડે રાજ્યમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે કેન્દ્રીય નિરીક્ષકની નિમણૂક કરી દીધી છે. પાર્ટી મહાસચિવ તરુણ ચુગને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ આગામી થોડા દિવસોમાં રાજ્યની મુલાકાત લઈને ત્યાં ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાવશે. છેલ્લા બે મહિનામાં સરકાર બનાવવા માટે 13થી વધુ બેઠકો યોજાઈ ચૂકી છે. કુકી અને મૈતેઈ સમુદાયના ધારાસભ્યો સરકાર બનાવવા માટે સહમત થયા છે.


comments powered by Disqus