અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી અંતિમ તબક્કામાં છે. ફોર્મ-6 એટલે કે નામ ઉમેરવા માટે 7.25 લાખ, ફોર્મ-7 એટલે કે નામ રદ કરવા 1.83 લાખ, જ્યારે ફોર્મ-8 એટલે કે માહિતી સુધારવા માટે 5.60 લાખ એમ કુલ 14.70 લાખથી વધુ અરજી આવી છે. નામ રદ કરવા આણંદથી 40,607 અરજીઓ આવેલી છે. સૌથી વધુ ફોર્મમાં અમદાવાદ મોખરે, સુરત બીજા અને આણંદ ત્રીજા સ્થાને છે.
