અમદાવાદઃ ગાંધીજીના જીવન અને આદર્શોને જાળવતા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં નવું સંચાલન ઘોષિત કરાયું છે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરાઈ છે. નિવૃત્ત આઇએએસ આઇ.કે. પટેલ ટ્રસ્ટના સભ્ય સચિવ તરીકે નિયુક્ત થયા છે. સાબરમતી આશ્રમના રૂ. 1200 કરોડના પુનર્વિકાસ અંતર્ગત ટાટા જૂથની સહાયક કંપની ઇકોફર્સ્ટ સર્વિસીસ લિમિટેડને રૂ. 113 કરોડનું ટેન્ડર ફાળવાયું છે.

