રાપરઃ કચ્છના રાપર તાલુકાના પાલનપર ગામની નજીક અંદાજિત 1500 વર્ષ જૂનું માનવ હાડપિંજર મળી આવ્યું છે. સંશોધનના ભાગરૂપે લખનઉની બિરબલ સહાની ઇન્સ્ટિ. ઓફ પેલિઓસાયન્સિસના ડાયરેક્ટર ડો. મહેશ ઠક્કર વૈજ્ઞાનિકોની ટીમ સાથે આવ્યા હતા. અહીં ખોદકામ દરમિયાન માનવ હાડપિંજરના મહત્ત્વપૂર્ણ અવશેષો પ્રાપ્ત થયા છે. આ હાડાપિંજરો દ્વારા આ વિસ્તારની પ્રાચીન માનવ વસાહત, જીવનશૈલી તથા સંસ્કૃતિ અંગે નવાં વૈજ્ઞાનિક તારણો સામે આવવાની શક્યતા છે. ડો. મહેશ ઠક્કરે કહ્યું, આ માનવ હાડપિંજર 1500 વર્ષ જૂનું હોવાનું અનુમાન છે. જેને જેને પરીક્ષણ માટે લખનઉ લેબમાં લઈ જવાશે.
