અમદાવાદઃ ક્રાઇમબ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી એક કારમાંથી 15 દિવસના બાળકનું રેસ્ક્યૂ કરાયું. આ બાળકને એક મહિલા સહિત 3 શખ્સ હિંમતનગરથી રૂ. 3.60 લાખમાં ખરીદીને લાવ્યાં હતાં. આ ટોળકી બાળકોની તસ્કરી કરીને તેમને ગુજરાત, તેલંગાણા અને યુપી સહિતનાં રાજ્યોમાં વેચી દેતી હતી. પોલીસે હાલ 3 આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં જણાયું છે કે, આરોપી હિંમતનગરના મુન્ના નામના શખ્સ પાસેથી બાળક રૂ. 3.60 લાખમાં ખરીદીને લાવ્યાં હતાં.

