જમ્મુ: પહલગામમાં થયેલા જઘન્ય આતંકી હુમલા ઉપરાંત સુરક્ષા સંબંધિત ઘટનાઓ તથા કુદરતી આફતો છતાં જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2025માં પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રહી હતી. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સોમવારે જણાવ્યું કે, 2025માં 1.78 કરોડ પ્રવાસીએ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી છે. સોમવારે બજેટસત્રના પ્રથમ દિવસે સિંહાએ જણાવ્યું હતું કે, સુરક્ષા સંબંધિત ઘટનાઓ અને કુદરતી આફ્તોના પડકારો છતાં કાશ્મીરમાં 2025માં 1.78 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. પ્રદેશમાં રોકાણને આકર્ષવા, રોજગાર પેદા કરવા માટે પર્યટનને ઉદ્યોગનો દરજ્જો અપાયો છે.

