ભુજઃ પ્રજાસત્તાક પર્વે કચ્છના સફેદ રણ ધોરડો ખાતે દેશભક્તિ અને સ્વદેશી શક્તિનો ઐતિહાસિક સંગમ જોવા મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ખાદીથી બનેલો વિશ્વનો સૌથી મોટો સ્મારક રાષ્ટ્રધ્વજ અહીં પ્રદર્શિત કરાયો હતો. પ્રદર્શનનું આયોજન ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરાયું હતું.
વિશ્વનો સૌથી મોટો આ તિરંગો દેશભક્તિ, સ્વદેશી ભાવના અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક બન્યો હતો. દેશભરના ખાદી કારીગરોએ વીડિયો સંદેશા દ્વારા કચ્છમાં સ્થાપિત વિશ્વના સૌથી મોટા તિરંગાને સલામી આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો. ભારતીય સેના અને બીએસએફના જવાનો દ્વારા ખાદીથી બનેલા વિશ્વના રાષ્ટ્રધ્વજને લશ્કરી સન્માન સાથે ફરકાવાયો હતો.

