કંડલામાં રૂ. 2300 કરોડના ગ્રીન ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ

Wednesday 04th November 2026 05:41 EST
 

ભુજઃ કંડલા દીનદયાળ પોર્ટ ખાતે રૂ. 2,300 કરોડના ખર્ચે 150 TPD ક્ષમતાનો ઈ-મિથેનોલ પ્લાન્ટ બનશે. ગુજરાતના દીનદયાળ પોર્ટ અને આસામ પેટ્રોકેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે બનનારા આ પ્લાન્ટનો શિલાન્યાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કર્યો. ગ્રીન ફ્યુઅલનો ઉપયોગ દરિયાઈ શિપિંગમાં ક્લીનર ફ્યુઅલ તરીકે થઈ શકશે. કંડલા ખાતે ગ્રીન હાઇડ્રોજન તથા તેના ડેરિવેટિવ્ઝના ઉત્પાદન, સ્ટોરેજ, હેન્ડલિંગ અને પરિવહનની ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે, તેમાં ઈ-મિથેનોલ પણ મહત્ત્વનું જોડાણ બનશે.


comments powered by Disqus