ગિરનારની લીલી પરિક્રમાનો 20 નવેમ્બરથી પ્રારંભ થશે

Wednesday 04th November 2026 05:51 EST
 
 

જૂનાગઢઃ ગરવા  ગિરનારના ખોળે યોજાતી 39 કિલોમીટરની લીલી પરિક્રમાનો 20 નવેમ્બરની મધ્યરાત્રીથી (દેવઊઠી અગિયારસ) વિધિવત્ પ્રારંભ થશે. કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, પરિક્રમા રૂટ પર વનવિભાગ દ્વારા રસ્તા રિપેરિંગ, વાયરલેસ સેટ, મોબાઇલ નેટવર્ક, રૂટ માર્કિંગ અને રેસ્ક્યૂ ટીમની તૈયારી કરાઈ રહી છે. આ સિવાય પીવાનાં પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની પણ વ્યવસ્થા હશે. યાત્રાળુઓ સુખાકારી અને સુરક્ષા સાથે પરિક્રમા કરી શકશે.


comments powered by Disqus