વિદ્યાર્થિનીની છેડતી કરનારા શિક્ષકને 4 વર્ષની કેદ

Wednesday 04th November 2026 05:35 EST
 

પાટણઃ શહેરની એક શાળામાં ગુજરાતી અને વ્યાયામના શિક્ષક તરીકે ફરજ બજાવતા વિસનગરના રણજિતકુમાર ચૌધરી વિરુદ્ધ સગીર વિદ્યાર્થિની સાથે જાતીય સતામણી કરવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે 4 વર્ષની સખત કેદ અને રૂ. 25 હજારના દંડની સજા ફટકારી છે. પેપર ચેક કરવાના બહાને સગીરાને ઘરે બોલાવી છેડતી કરવાના આ કેસમાં પુરાવાને આધારે સ્પેશિયલ પોક્સો જજ એમ. એ. શેખ દ્વારા આ ચુકાદો અપાયો છે. 39 પાનાંના ચુકાદામાં ગુરુનો મહિમા વર્ણવતો શ્લોક ટાંકવામાં આવ્યો હતો.


comments powered by Disqus