ભુજઃ કચ્છના અત્યંત સંવેદનશીલ સરક્રિક વિસ્તારથી સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ચાર પાકિસ્તાની માછીમારોને ફિશિંગ બોટ સાથે ઝડપી લેવાયા છે. તપાસ દરમિયાન ઝડપાયેલા શખ્સો પાકિસ્તાનના સિંધ પ્રાંતના ચાચજાન ખાન વિસ્તારના રહેવાસી કાદિર થેમોર, મુહંમદ મુસા, અજગર ધૈમોર અને અહસાન જાટ હોવાનું અને કરચલા પકડવા માટે ભારતીય સીમામાં પ્રવેશ્યા હોવાનું જણાયું છે. આંતરરાષ્ટ્રીય સરહદી સુરક્ષાને ધ્યાને રાખીને જવાનો દ્વારા વધુ પૂછપરછ હાથ ધરી તમામને સ્થાનિક પોલીસને સોંપાયા છે.
