સરોજબહેન અંજારિયાનું 96 વર્ષની વયે લંડનમાં અવસાન

Wednesday 04th November 2026 05:30 EST
 

રાજકોટઃ સરોજબેન અંજારિયા (ઉં.96) તે રાષ્ટ્રભાષા હિન્દી પ્રચાર સમિતિ- રાષ્ટ્રીય શાળાના મંત્રી સ્વ. નરેન્દ્રભાઈ નૌતમલાલ અંજારિયાનાં પત્ની સરોજબહેન અનેક ગાંધી સંસ્થાઓ સાથે ભારત અને લંડનમાં સક્રિય રહ્યાં હતાં. તેઓએ કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં વર્ષો સુધી અધ્યાપન કાર્ય પણ કરાવેલું હતું. તેઓ સમાજમાં એક રચનાત્મક કાર્યકર તરીકે પ્રખ્યાત હતાં. તેમના પતિ સ્વ. નરેન્દ્રભાઈ અંજારિયાએ દસકાઓ સુધી રાષ્ટ્રભાષા હિન્દી પ્રચાર સમિતિ- રાષ્ટ્રીય શાળાના મંત્રી તરીકે કાર્યરત્ રહી હજારો લોકોને હિન્દી પરીક્ષાઓ દ્વારા દીક્ષિત કર્યા હતા.


comments powered by Disqus