સહારામાં રૂ. 50 હજાર કે દસ લાખ નહીં પણ સમગ્ર રકમ પરત મળશે

Wednesday 04th November 2026 06:02 EST
 
 

નવી દિલ્હીઃ જો તમારા નાણાં સહારામાં ફસાયેલા છે અને રિફંડ પોર્ટલ પર અનેક વખત અરજી કરવા છતાં રકમ તમારા ખાતામાં જમા થઈ નથી તો તમારા માટે આ મહત્ત્વપૂર્ણ સમાચાર છે.
હવે તમે રૂ. 50,000 કે 10 લાખ નહીં પણ પૂરી રકમ માટે અરજી કરી શકો છો. આ અપડેટની માહિતી સહકાર મંત્રાલયે એક્સ પર પોસ્ટ શેર કરીને આપી છે. આ ઉપરાંત સહારા ઈન્ડિયા રિફંડ પોર્ટલ પર ત્રણ નવા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે. સહકાર મંત્રાલયના જણાવ્યા અનુસાર 22 ઓક્ટોબર 2026 સુધી રૂ. 9585 કરોડની રકમ રિફંડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, અરજી જમા કરાવવાની સમગ્ર પ્રક્રિયા નિઃશુલ્ક છે. અરજી સંબંધિત માહિતી સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ પર ઉપલબ્ધ છે. જે લોકોએ અગાઉથી અરજી કરી છે અને જેમને પેમેન્ટ ફેલ થવાનો મેસેજ આવ્યો છે તેઓ દર્શાવાયેલી ખામીઓ દૂર કરીને રી સબમિશન પોર્ટલ પર ફરીથી અરજી કરી શકે છે. સહારા રિફંડની પ્રક્રિયા હેઠળ ચાર સહકારી સમિતિઓના લાયક જમાકર્તા અરજી કરી શકે છે. તેમાં સહારા ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, લખનઉ, સહારાયન યુનિવર્સલ મલ્ટિ પર્પઝ સોસાયટી લિમિટેડ, ભોપાલ, અમારા ઈન્ડિયા ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, કોલકાતા અને સ્ટાર્સ મલ્ટિપર્પઝ કો.ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, હૈદરાબાદ સામેલ છે. અરજી જમા કર્યાના 30 દિવસમાં સહારા ગ્રૂપ ઓફ કો.ઓપરેટિવ સોસાયટી દ્વારા તેની તપાસ કરાશે અને 15 દિવસમાં નિર્ણયની માહિતી આપવામાં આવશે.


comments powered by Disqus