અમારી કંપનીના કર્મચારીઓ દેશના નિર્માણમાં અગ્રેસરઃ ગૌતમ અદાણી

Wednesday 06th May 2026 06:08 EDT
 
 

મુંદ્રાઃ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસરે કામદારોના કલ્યાણ અને સ્થાનિક રોજગારને વધુ મહત્ત્વ આપતી નવી વ્યૂહરચના જાહેર કરી છે. ગૌતમ અદાણીએ કહ્યું કે, અદાણી ગ્રૂપના કર્મચારીઓ માત્ર નોકરી કરનારા નથી, પરંતુ તેઓ દેશના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
ક્લાઉડ કિચન અને એસી રહેઠાણ બનાવાશે
રોજગારી આપવામાં સૌપ્રથમ જે-તે વિસ્તારના લોકો, પછી રાજ્યના અને જરૂર પડે તો બહારના ઉમેદવારોને રોજગારીની તક અપાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, અદાણી ગ્રૂપ કામદારોના જીવનધોરણને સુધારવા માટે મોટાં પગલાં લઈ રહ્યું છે. મુંદ્રામાં એક મોટું સેન્ટ્રલ ક્લાઉડ કિચન બનાવાઈ રહ્યું છે, જે દરરોજ એક લાખ લોકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પીરસશે. આ ઉપરાંત ખાવડા અને મુંદ્રા જેવા મોટા પ્રોજેક્ટ સ્થળોએ 50,000 કામદાર માટે એરકન્ડિશન્ડ રહેઠાણનું નિર્માણ કરાશે.


comments powered by Disqus