ઈડીએ 2892 દરોડા પાડી વિક્રમી રૂ. 81,422 કરોડની સંપત્તિ જપ્ત કરી

Wednesday 06th May 2026 07:15 EDT
 
 

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નાણાકીય વર્ષ 2025-26માં મની લોન્ડરિંગના કેસમાં થતી ધરપકડોમાં 27 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે મિલકતો ટાંચમાં લેવાની બાબતમાં ઈડીએ રેકોર્ડ કર્યો છે. ઈડીએ નાણાકીય વર્ષ 2025-26માં કુલ રૂ. 81,000 કરોડના મૂલ્યની સંપત્તિઓ ટાંચમાં લીધી છે. આ જ સમયમાં ઈડીએ હાથ ધરેલા દરોડાની સંખ્યા બમણી થઈને 2,892 થઈ હતી તેમ અધિકારીઓએ કહ્યું હતું.
કેન્દ્રીય તપાસ એજન્સીએ નાણાકીય વર્ષ 2025-26ના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું કે, સમીક્ષા હેઠળના સમયમાં પીએમએલએ હેઠળ 156 લોકોની ધરપકડ કરાઈ હતી, જ્યારે 2024-25માં ઈડીએ 214 લોકોની ધરપકડ કરી હતી, જે 27 ટકાનો ઘટાડો દર્શાવે છે. 2023-24માં ઈડીએ 272 લોકોની ધરપકડ કરી હતી. આ સંદર્ભે ઈડીએ કહ્યું કે, તેણે વધુ ટાર્ગેટેડ અને પુરાવા આધારિત તપાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સાથે ઈડીએ સમીક્ષા હેઠળના વર્ષમાં 712 આદેશો હેઠળ વિક્રમી રૂ. 81,422 કરોડના મૂલ્યની સંપત્તિ ટાંચમાં લીધી છે, જે અગાઉના વર્ષની તુલનામાં 171 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.


comments powered by Disqus