ગાંધીનગરઃ આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક ધારણા મુજબ ભાજપે ફરી જીતી લીધી છે. 23 એપ્રિલે પેટાચૂંટણી હેઠળની આ બેઠક પર 54.42 ટકા મતદાન બાદ સોમવારે મતપેટીનો પટારો ખૂલતાં ભાજપના ઉમેદવાર હર્ષદ ગોવિંદ પરમારનો 30,743 મતે વિજય થયો હતો. એમને કુલ 85,500 મતો મળ્યા હતા, જ્યારે એમના નજીક પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસ ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 54,757 વોટ પ્રાપ્ત થયા હતા. જ્યારે બાકીના ચારેય ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી.
નોટામાં 2335 મતો પડ્યા હતા. ઉમરેઠ બેઠક સતત ચાર ટર્મથી જીતતાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાનથી ખાલી પડેલી આ સીટ પર પેટાચૂંટણી આવી પડી હતી. ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના હર્ષદ પટેલ ત્રણ ટર્મથી આણંદ જિલ્લાના ચીખોદરા ગામના સરપંચ હતા. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ સીટો અને આંકલાવ સિવાય તમામ 7 તાલુકા પંચાયતમાં કબજો મેળવ્યો હતો. ઉમરેઠ વિધાનસભા બેઠકનું રિઝલ્ટ આવ્યા બાદ 182 સભ્યોની 15મી વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 162નું થયું છે. કોંગ્રેસના 12 અને આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો છે, જ્યારે સમાજવાદી પાર્ટીના 1 અને અપક્ષve 2 ધારાસભ્ય વિધાનગૃહમાં છે.

