પશ્ચિમ કચ્છની દરિયાઈ સરહદે કોસ્ટલ પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. આ પેટ્રોલિંગ દરમિયાન સિંધોડી નજીકના દરિયાકાંઠેથી ડ્રોનની પાંખનો કાટમાળ મળી આવતાં વધુ તપાસ માટે ટુકડો એરફોર્સને સોંપાયો છે. 2 એપ્રિલે એસઓજી, જખૌ પોલીસ, એલઆઇબી ફિલ્ડ તથા સ્ટેટ આઇબીના અધિકારી-કર્મચારીઓ સંયુક્ત પેટ્રોલિંગમાં હતા, ત્યારે પિંગલેશ્વર બીચથી સિંધોડી ગામ તરફ 10 ફૂટ લાંબો અને 3 ફૂટ પહોળો ડ્રોનના પાંખિયાનો કાટમાળ મળ્યો હતો.

