કચ્છમાં ISISની વિચારધારા ફેલાવનારા શખ્સની ધરપકડ

Wednesday 06th May 2026 06:08 EDT
 
 

ગાંધીધામઃ ભુજ તાલુકાના લોડાઈ ગામે પ્રતિબંધિત સંગઠન ISISની વિચારધારાનો પ્રચાર કરવા બદલ એક શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. એસઓજીને સ્થાનિક રહેવાસી ફકીરમામદ ઈસા ગગડા શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હોવાની  બાતમી મળી હતી. તપાસમાં જણાયું કે, આરોપી સોશિયલ મીડિયા પર ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદની પોસ્ટ મૂકી ISISની વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રી ફેલાવતો હતો. 


comments powered by Disqus