આણંદના ખંભાતમાં ડાંગર પરિવાર દ્વારા આયોજિત મોમાઈ માતાજી અને સિકોતર માતાજીના મઢનો નૂતન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન રાત્રીએ ‘સંતવાણી અને લોકડાયરા’માં દેવાયત ખવડે જ્યારે શૌર્યરસની વાતો અને માતાજીનાં છંદ લલકાર્યાં, ત્યારે ઉત્સાહમાં આવેલા ભક્તો અને સ્નેહીજનોએ મંચ પર સોના-ચાંદીની પ્રતિકૃતિ જેવી નોટોનો વરસાદ કર્યો હતો.

