જામનગર: ધર્મનગરી દ્વારકા અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારોમાં સરકારી જમીન પર ખડકાયેલાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. બે દિવસ સુધીી ચાલેલી આ વ્યાપક ડિમોલિશન ડ્રાઇવમાં રૂ. 1.25 કરોડથી વધુની કિંમતનાં ધાર્મિક દબાણો સહિત કુલ કરોડો રૂપિયાની સરકારી મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
SDM અમોલ આવટેની આગેવાનીમાં 2 દિવસમાં રૂ. 4.44 કરોડ અને અત્યાર સુધીમાં રૂ. 325 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. 30 એપ્રિલ અને 1 મે એમ 2 દિવસ દ્વારકા-ઓખા હાઇવેથી લઈ મીઠાપુરના દરિયાકિનારા સુધી ફેલાયેલાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળ્યું હતું.

