નવી દિલ્હીઃ ઈક્વાડોરના વિદેશ પ્રધાન ગેબિએલા સોમરફેલ્ડની તાજેતરની ભારત મુલાકાતે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. આ ઉચ્ચસ્તરીય મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને આરોગ્ય સંભાળ ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવાનો હતો. ભારતીય નેતૃત્વ સાથે સોમરફેલ્ડની બેઠકો દરમિયાન બંને દેશો આર્થિક ભાગીદારીને વિસ્તૃત કરવા સંમત થયા. આ મુલાકાતનાં પરિણામો વેપાર મોરચે ખૂબ સકારાત્મક રહ્યાં છે. બંને દેશોએ વેપાર અવરોધોને દૂર કરવા સાથે ફાર્માથી ડિજિટલ ટેક્નોલોજી સુધીના મહત્ત્વના કરાર કર્યા. આ સાથે ઇક્વાડોરે કેળાં, કોકો અને ઝિંગા જેવાં તેના નિકાસ ઉત્પાદનો માટે ભારતીય બજારની વધુ તકો શોધવા પર ભાર મૂક્યો.

