મુખ્યમંત્રીના હસ્તે ‘વિશ્વમેળો’ના નવસંચાર વિશેષાંકનું વિમોચન

Wednesday 06th May 2026 06:09 EDT
 
 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી ભાષા અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓની વિવિધ સિદ્ધિને પ્રતિબિંબિત કરતી અવનવી વાંચનસામગ્રીથી ભરપૂર ‘વિશ્વમેળો’ નવસંચાર વિશેષાંકનું વિમોચન અને નવી વેબસાઇટનું ગાંધીનગર ખાતે લોન્ચિંગ કર્યું હતું.
વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પ્રકાશિત ‘વિશ્વમેળો’ નવસંચાર વિશેષાંકમાં ગુજરાતી ભાષાના સંવર્ધન, વૈશ્વિકસ્તરે ગુજરાતીઓની સિદ્ધિઓ અને સમાજનાં વિવિધ પાસાંને આવરી લેવાયાં છે. આ સામયિકમાં વાચકોને નૂતન વિચારો અને પહેલો, નવા વિભાગોની સાથે ગુજરાતી સંગઠનો અને વિવિધ સમાજના સમાચારો પણ મળશે.


comments powered by Disqus