વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે હરદોઈથી યુપીના સૌથી લાંબા ગંગા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું. જાહેરસભાને સંબોધતાં પીએમએ જાહેરાત કરી કે ગંગા એક્સપ્રેસ-વેને હરિદ્વાર સાથે પણ જોડાશે. તેમણે કહ્યું કે, મહિલા વિરોધી સપા ક્યારેય સુધરવાની નથી, તેથી તેનાથી સાવધાન રહો. આ પહેલાં વડાપ્રધાને એક્સપ્રેસ-વેના કિનારે વૃક્ષારોપણ કર્યું અને મુખ્યમંત્રી યોગી સાથે એક્સપ્રેસ-વે પર પગપાળા પણ ચાલ્યા.

