નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રોહિત જૈનને RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ તેમના નામ પર મહોર લગાવી છે. તેમનો કાર્યકાળ પદ સંભાળવાની તારીખથી 3 વર્ષ અથવા આગામી આદેશ સુધી રહેશે. તેઓ 3 મે 2026 કે ત્યારબાદ કાર્યભાર સંભાળશે. જૈન, ટી. રબી શંકરનું સ્થાન લેશે, જેઓ ગયા મહિને નિવૃત્ત થયા હતા.

