લોકશાહીમાં હોદ્દો નહીં જનતા સાથેનું જોડાણ સર્વોપરિ

Wednesday 06th May 2026 06:09 EDT
 
 

ગાંધીનગરઃ આ વખતે વિજયનો તાજ કેટલાક એવા ઉમેદવારોના હાથમાં આવ્યો છે, જે સાચા અર્થમાં ‘જનસેવક’ છે. પરિણામ દર્શાવે છે કે લોકશાહીમાં હોદો નહીં, જનતા સાથેનું જોડાણ સર્વોપરિ છે.
બે ચોપડી ભણેલાં સન્સીબહેન બેચરાજી કોર્પોરેટર
ધોરણ-2 સુધી ભણેલાં સન્સીબહેન બંગડી વેચી ગુજરાન ચલાવે છે. ભાજપે આ 26 વર્ષીય મહિલાને વોર્ડ-4થી ટિકિટ આપી ચૂંટણીમાં ઉતાર્યાં હતાં. જેઓ 751 મત મેળવી વોર્ડ-4થી વિજયી જાહેર થયાં.
સેવક બન્યો નેતા
મહેસાણા ભાજપ કાર્યાલય ‘કમલમ’માં સેવક રમેશ ભીલને ભાજપે વોર્ડ-13માં ટિકિટ આપી હતી. મતદારોએ ભાજપની તરફેણમાં મહત્તમ મતદાન કરતાં વોર્ડ-13માં રમેશ ભીલની જીત થઈ છે.
કામરેજમાં સોશિયલ મીડિયા સ્ટારની જીત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક સોશિયલ મીડિયા સ્ટારને મેદાને ઉતારાયા હતા, જેમાં કામરેજ બેઠકથી સોશિયલ મીડિયા સ્ટાર અને ભાજપના ઉમેદવાર કવિતા દેસાઈની 1040 મતથી જીત થઈ છે.
મતાધિકારના પાંચમા વર્ષે જ કોર્પોરેટર
દહેગામ નપા ચૂંટણીમાં વોર્ડ-5માં ભાજપના 23 વર્ષીય ઉમેદવાર રિશી અમીને જીત મેળવી છે. રિશીએ મતાધિકાર મળ્યાના માત્ર 5 વર્ષમાં જ કોર્પોરેટર સુધીની સફર ખેડી છે.


comments powered by Disqus