વલસાડના અમલસાડનાં ચીકુને પણ મળ્યો GI ટેગ

Wednesday 06th May 2026 07:16 EDT
 
 

વલસાડઃ દક્ષિણ ગુજરાતની મીઠી ઓળખ સમાન અમલસાડ ચીકુને ભૌગોલિક માનાંકન GI ટેગ પ્રાપ્ત થતાં નવસારી, ગણદેવી, અમલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. સુરતમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પૂર્વે આ સિદ્ધિને કૃષિ, વેપાર અને રોકાણ ક્ષેત્ર માટે સકારાત્મક માનવામાં આવી રહી છે. ઐતિહાસિક સિદ્ધિથી 100 વર્ષ જૂની ખેતીનો વિજય થયો છે. અત્યાર સુધી ગુજરાતને કુલ 28 GI ટેગ મળ્યા છે, જેમાં ગીરની કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ હવે અમલસાડ ચીકુનું નામ સુવર્ણ અક્ષરે જોડાઈ ગયું છે. 2020માં મૂકવામાં આવેલી દરખાસ્તમાં વર્સિટીના નવસારી કૃષિ યુનિવર્સિટીનાં સંશોધનો જેમ કે રાયણના મૂળકાંડ પર કલમ અને ચીકુના પાવડર-ચિપ્સ જેવાં મૂલ્યવર્ધિત ઉત્પાદનો ખૂબ જ ઉપયોગી સાબિત થયાં હતાં.


comments powered by Disqus