એક હેર કટિંગ સલૂન બહાર બોર્ડ હતુંઃ અહીં માત્ર ૨૫ રૂપિયામાં જ વાળ કાપી આપવામાં આવશે.
સામેના હેર કટિંગ સલૂન વાળાએ બોર્ડ લગાવ્યુંઃ બીજાની દુકાને કપાયેલા ઢંગધડા વિનાના વાળ અમે ૫૦ રૂપિયામાં સરખા કરી આપીશું!
•
જ્યારે 'એર ગુજરાત' નામની એર લાઈન્સ ચાલતી હશે ત્યારે...
ગુજરાતી એર હોસ્ટેસઃ (કાકાને) બોલો કાકા, જમવામાં શું લેશો?
કાકાઃ એક વાટકો ભરેલા ભીંડાનું શાક, બે વાટકા ચોખ્ખા ઘીનો શીરો, બે લાડવા, બે બાજરીના રોટલા, ચાર તળેલા પાપડ, ઘણું કચૂંબર, થોડા દાળ-ભાત અને એક ગ્લાસ ભરીને મોળી છાશ...
એરહોસ્ટેસઃ કાકા, આ વિમાન છે, લગનની વાડી નથી!
•
ચંગુઃ પાગલખાનામાં રહેનારો ડાહ્યો થઈ ગયો છે એ તમે કેવી રીતે નક્કી કરો છો?
ડોક્ટરઃ દર્દી સાજો થયો છે કે કેમ એ તપાસવા માટે અમે તેને નળ નીચેની પાણીની કૂંડી ખાલી કરવાનું કહીએ છીએ.
ચંગુઃ પણ તેમાં કઇ રીતે ખબર પડે?
ડોક્ટરઃ બહુ સહેલું છે. નળ બંધ કર્યા પછી જે કૂંડી ખાલી કરે એ ડાહ્યો થઇ ગયેલો કહેવાય.
•
દિલ્હીની છોકરીઃ મૈં કભી ગુજુભાઇ સે શાદી નહી કરુંગી. ઉન મેં ઇગો બહોત હોતા હૈ.
ગુજુ છોકરોઃ બકુડી, ગુજુ છોકરાના ઇગો પર નહી જવાનું... એકને નોકરી ના મલી તો આખી રિલાયન્સ ઊભી કરી નાંખી અને બીજાને વિઝા ના મલ્યો તો આખી સરકાર ઊંધી કરી નાંખી!
•
ટીચરઃ ઇસ મુહાવરે કા અર્થ અંગ્રેજી મેં પ્રસ્તુત કરે.. ચોર કે ઘર ચોરી.
સ્ટુડન્ટઃ ટેરરીસ્ટ એટેક ઇન પાકિસ્તાન.
•
દેશી કવિતા
પાદરનું ખેત, ને પગમાં વાળા
અંધારી રાત, ને બળદિયા કાળા
કજીયાળી બાયડી, ને પડોશમાં સાળા
આટલું કદી ના દેજે.. દ્વારીકાવાળા !
•
ચંગુએ રાત્રે બે વાગ્યે પોતાના ફેમિલી ડોક્ટરને ફોન કર્યો.
ચંગુઃ ડોક્ટર સાહેબ, મારી પત્નીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો છે.
ડોક્ટરઃ અરે પણ તમારી પત્નીનું એપેન્ડિક્સનું ઓપરેશન ગયા વર્ષે જ આપણે કરી લીધું છે. વારંવાર એપેન્ડિક્સ ન થાય.
ચંગુઃ અરે પણ મને પાકી ખબર છે કે આ એપેન્ડિક્સનો જ દુખાવો છે.
ડોક્ટરઃ અરે ભાઈ એવું ન હોય. તેનું એપેન્ડિક્સ આપણે કાઢી ચૂક્યા છીએ અને બે એપેન્ડિક્સ હોય એવું મેં ક્યારેય સાંભળ્યું નથી.
ચંગુઃ હા, પણ બીજી પત્ની હોઈ શકે એ તો સાંભળ્યું હશેને...
•
મંડપમાં દુલ્હન માથું નીચું રાખીને ઘણા ટાઈમથી બેઠી હતી.
એની બાજુમાં બેઠેલી ડોશીએ બાજુવાળી બેનને કહ્યુંઃ જો જો, વહુ કેટલી સંસ્કારી છે, બેઠી છે ત્યારથી માથું નીચું રાખ્યું છે. એક વાર પણ ઉપર જોયું નથી.
બાજુવાળી બહેનઃ અરે માજી, દુલ્હન તો મોબાઈલમાં વોટ્સએપ પર ઓનલાઈન છે. ઉપર ક્યાંથી જુએ?
•
સૌથી ટૂંકી પુર્નજન્મની વાર્તા
પત્નીઃ ક્યાં છો? મરી ગયા કે શું?
પતિઃ બસ, આયો!!!!