અમદાવાદમાં ૩૬ ટકા લોકોને ડાયાબિટીસ 05/12/2014 7:16 am Mukesh Patel અમદાવાદઃ શહેરમાં વસતા ૩૬ ટકા લોકોને ડાયાબિટીસની બીમારી છે. શારીરિક કસરતના અભાવે અને અનિયમિત ભોજનની ટેવને કારણે અમદાવાદ શહેરના ૩૬ ટકા લોકોને ડાયાબિટીસની તકલીફ હોવાનું જાણવા મળ્યું છે.
શ્રીયેન દેવાણી સામેનો કેસ ફગાવી દેવા માગણી 05/12/2014 7:21 am Vikram Nayak કેપટાઉન, લંડનઃ સાઉથ આફ્રિકામાં હનીમૂન દરમિયાન નવોઢા પત્ની અની દેવાણીની હત્યાની ટ્રાયલમાં આરોપી પતિ અને બ્રિસ્ટલના બિઝનેસમેન ક્લાયન્ટ શ્રીયેન દેવાણી સામેનો કેસ અન્ય વધુ સાક્ષીઓને સાંભળ્યા વિના જ ફગાવી દેવા તેમ જ તેને નિર્દોષ જાહેર કરવા બચાવ પક્ષના એડવોકેટ ફ્રાન્કોઈસ વાન ઝીલે માગણી કરી હતી. જો વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટના જજ જેનેટ ટ્રાવર્સો તેમની વિનંતી સ્વીકારી લેશે તો શ્રીયેન દેવાણીએ નવેમ્બર ૧૩,૨૦૧૦ની રાત્રિએ શું બન્યું હતું તેની વિગતો આપવાની જરૂર નહિ રહે. દેવાણી સામે પત્ની અનીની હત્યાનું ષડયંત્ર ઘડવાનો, ટેક્સી ડ્રાઈવરને માત્ર ૯૦૦ પાઉન્ડથી ઓછી રકમમાં હત્યારા શોધી હત્યાને અપહરણનો અંચળો ઓઢાવી દેવાનો આદેશ આપવાનો સમાવેશ થાય છે. જો કોર્ટ આ માગણી સ્વીકારશે તો થોડા સપ્તાહમાં દેવાણી બ્રિટન પાછો આવી શકે છે.
પુત્રે નાણાની તકરારમાં પિતાની હત્યા કરી 05/12/2014 7:23 am Vikram Nayak લંડનઃ ‘જર, જમીન અને જોરૂ, ત્રણે કજિયાના છોરૂં’ કહેવતને ચરિતાર્થ કરતી ઘટના ડોરસેટના બોર્નમાઉથ ખાતે ઘટી હતી. નાણાકીય બાબતે ૪૮ વર્ષના ટેક્સી ડ્રાઈવર પિતા વિલિયમ સ્પીઅર અને પુત્ર નાથન રોબિન્સન વચ્ચે તકરાર થતાં પુત્રે ઠંડા કલેજે પિતાની હત્યા કરી નાખી હતી.
ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે ભંડોળ એકત્ર 05/12/2014 7:23 am Sandip Bhavsar લંડનઃ ભારતના મધ્ય પ્રદેશની ૧૯૮૪ની ભોપાલ ગેસ દુર્ઘટનાના ત્રણ દાયકાની યાદગીરીમાં લંડન એસેમ્બલી સભ્ય નવીન શાહ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લંડન સિટી હોલની ઉપર લંડન લિવિંગ રૂમ ખાતે શુક્રવાર ૨૧ નવેમ્બરે આયોજિત કાર્યક્રમમાં દુર્ઘટનામાં બચી ગયેલા પીડિત લોકો માટે દીર્ઘકાલીન હેલ્થકેરમાં સહાય સ્વરૂપે નોંધપાત્ર ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. આ નાણા યુકેસ્થિત ભોપાલ મેડિકલ અપીલને મળશે, જે ભોપાલમાં ગેસ દુર્ઘટનાના અસરગ્રસ્તોની સારવાર કરતા બે એવોર્ડવિજેતા ક્લિનિકિસને ભંડોળ પૂરું પાડે છે.
ચૌધરી, કુંડારિયાના સમાવેશથી ભાજપને ફાયદો 05/12/2014 7:26 am Mukesh Patel ગુજરાત લોકસભાના બે સાસંદો મોહનભાઇ કુંડારિયા અને હરિભાઇ ચૌધરીનો કેન્દ્રીય પ્રધાન મંડળમાં સમાવેશ કરાતા ગુજરાત ભાજપમાં ખુશીની લાગણી ઊભી થઇ છે. બે સાંસદોનો સમાવેશ કરાતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જ્ઞાતિના સમીકરણોને જોતા ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે. બનાસકાંઠાના હરિભાઇ ચૌધરીનો સમાવેશ સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિશાળ અને રાજકીય રીતે સક્રિય એવા ચૌધરી પટેલ સમાજને પ્રતિનિધિત્વ આપવા સમાન છે. તો રાજકોટના મોહન કુંડારિયાનો સમાવેશ કરીને ભાજપે કડવા પટેલ સમાજને ખુશ કર્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ભાજપને ધાર્યા પ્રમાણે બેઠક મળી ન હતી, તે જોતા ભાવિ ચૂંટણીઓમાં પણ આ પગલું પક્ષને ફાયદાકારક સાબિત થઇ શકે છે. ખાસ કરીને રાજકોટને રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વ નથી અપાતું તે મ્હેણું પણ આ નિમણૂકથી ભાંગવાનો પ્રયાસ કર્યો છે.
33 વર્ષમાં સૌથી વધુ વરસાદ સાથેના શિયાળાની ચેતવણીઃ 05/12/2014 7:26 am Vikram Nayak બ્રિટન પ્રથમ શિયાળુ તોફાનો અને પૂરની આપત્તિનો સામનો કરી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે ૩૩ વર્ષમાં સૌથી વધુ વરસાદ સાથેના વધુ એક શિયાળાની ચેતવણી આપી છે. વિભાગના સંશોધન અનુસાર નોર્થ એટલાન્ટિકના સંજોગો એવા રચાયા છે કે જેનાથી શક્તિશાળી આબોહવા સિસ્ટમ સર્જાશે.
બ્રિટિશ મોડેલ સાથે ધનૂષ 05/12/2014 7:27 am Viren Vyas દક્ષિણ ભારતમાં જાણીતા અને હવે હિન્દીમાં પણ એક સફળ ફિલ્મ આપનારો ધનુષ હવે નવી તમિળ ફિલ્મમાં બ્રિટિશ મોડેલ અભિનેત્રી એમી જેકશનની સાથે દેખાશે. દિગ્દર્શક વેલરાજની ‘વેલા ઇલ્લા પથ્થારી’ (વીઆઈપી) ફિલ્મ બાદ આ ૩૨ વર્ષીય અભિનેતાની ‘રાંઝણા’ પછીની બીજી ફિલ્મ હશે. ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થશે. ચાર વર્ષની કારકિર્દીમાં એમીની આ ત્રીજી તમિલ ફિલ્મ હશે. હિન્દીમાં તે ‘એક દિવાના થા’માં ચમકી ચૂકી છે.
સ્કોટલેન્ડ યાર્ડે પુત્રના હત્યાકેસમાં ઢાંકપિછોડો કર્યો છેઃ પિતાનો આક્ષેપ 05/12/2014 7:28 am Sandip Bhavsar લંડનઃ વેસ્ટમિન્સ્ટર પીડોફાઈલ રિંગ દ્વારા આઠ વર્ષીય પુત્ર વિશાલ મેહરોત્રાનું ૧૯૮૧માં અપહરણ-હત્યા કેસની તપાસમાં સ્કોટલેન્ડ યાર્ડે ઢાંકપિછોડો કર્યાનો આક્ષેપ નિવૃત્ત મેજિસ્ટ્રેટ પિતા વિશાંબર મેહરોત્રાએ કર્યો છે.
સ્વામીનારાયણ સ્કૂલ તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ 05/12/2014 7:30 am Vikram Nayak લંડનઃ યુરોપની પ્રથમ સ્વતંત્ર હિન્દુ શાળા ધ સ્વામીનારાયણ સ્કૂલને ઈન્સ્પેક્શન દરમિયાન તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ ગણાવાઈ છે. આ સાથે દેશમાં શ્રેષ્ઠ સ્વતંત્ર શાળાઓમાં એક હોવાના સ્થાનને સમર્થન પ્રાપ્ત થયું છે. ઈન્ડીપેન્ડન્ટ સ્કૂલ્સ ઈન્સ્પેક્ટોરેટ (ISI) દ્વારા ઓક્ટોબરના પ્રારંભે શાળાનું ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું.