Advanced search


જીવન દેનાર જ તે લઈ શકે

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે વીતેલા સપ્તાહે માંડેલી વાતનો વિષય હતો - ‘અંતિમ પર્વને યથાયોગ્ય વધાવીએ તો!’ જેમાં આપણે આજે પણ હકારાત્મક જીવનશૈલી માટે પ્રેરણારૂપ બની રહેલા પંડિત કે. કા. શાસ્ત્રીજીની વાત કરી. આજે આપણે શાસ્ત્રીજીની વિચારસરણીથી તદ્દન બીજા છેડાથી શરૂ કરીએ. યુરોપના કેટલાક દેશોમાં ઐચ્છિક મૃત્યુ માટે અમુક અંશે છુટછાટ છે. આવા દેશોમાં સ્વીત્ઝર્લેન્ડ, જર્મની, હોલેન્ડને મોખરે મૂકાય છે. ઐચ્છિક મૃત્યુ ઝંખતા અસહ્ય બીમાર બ્રિટિશ નાગરિકોમાંથી ચોથા ભાગના અંતિમ શ્વાસ લેવા (કે મૂકવા?) માટે સ્વીત્ઝર્લેન્ડ જાય છે. ૨૦૧૨માં આવા, સૌથી વધુ, ૨૯ દર્દીઓ સ્વીત્ઝર્લેન્ડ પહોંચ્યા હતા. બીજા શબ્દોમાં તમે એમ પણ કહી શકો કે દર પખવાડિયે એક બ્રિટિશ નાગરિક જીવન ટૂંકાવવા સ્વીત્ઝર્લેન્ડ પહોંચે છે.

કાશ્મીર સરહદે સતત યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતની પીઠમાં ખંજર ભોંકતા રહેલા પાકિસ્તાને હવે યુનાઇટેડ નેશન્સ (યુએન)માં રાવ કરી છે કે ભારત સરહદી ક્ષેત્રમાં સતત ગોળીબાર કરીને તંગદિલી વધારી રહ્યું છે. આને કહેવાય ચોરી પર સિનાજોરી. ભારત-પાકિસ્તાન સંબંધોના ઇતિહાસ પર નજર ફેરવશો તો જણાશે કે ભારતે હંમેશા ભલમનસાઇ દાખવી છે, અને પાકિસ્તાને હંમેશા તેનો ગેરલાભ ઉઠાવ્યો છે.

ભારત અને પાકિસ્તાન સરહદે તનાવ અને અશાંતિનો માહોલ ચરમસીમાએ છે ત્યારે જ વિશ્વના સર્વોચ્ચ શાંતિ પુરસ્કાર માટે આ બન્ને દેશના નાગરિકોના સહિયારા નામ જાહેર થયા છે તેને સુખદ યોગાનુયોગ ગણવો કે સુખદ વિરોધાભાસ ગણવો તે સમજવું મુશ્કેલ છે.

ગત સપ્તાહે વડોદરામાં નાણાં પ્રધાન સૌરભ પટેલ, પ્રદેશ મહામંત્રી ભરત પંડ્યા, ઉપાધ્યક્ષ કૌશિક પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ક્રિકેટ ઓસોસિએશનના પ્રમુખ અને રાજવી સમરજિતસિંહ ગાયકવાડ, નિવૃત્ત પોલીસ કમિશનર ડી.ડી. તૂટેજા, ગાયક કલાકાર અરવિંદ વેગડા, ઈસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદ પણ ભાજપના સભ્ય બન્યા છે. અન્ય સંતો પણ ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપમાં સંગઠન પર્વના ભાગરૂપે વડોદરાનાં વિવિધ ક્ષેત્રના અનેક આગેવાનો પક્ષમાં જોડાયા છે.

મારે ખુલાસો કરવાની જરૂર નથીઃ અનુષ્કા

અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના પ્રેમ સંબંધો વિષે બધાને જાણ છે જ. પરંતુ બંનેએ નક્કી કર્યું છે કે તેઓ તેમના અંગત સંબંધો વિષે કંઇ જણાવશે નહીં. વિરાટે અનુષ્કા સાથેના તેના અંગત સંબંધોની વાત સ્વીકાર કર્યા બાદ ફરીથી ચુપકીદી સાધી લીધી છે અને તેઓ બંને સાથે સંકળાયેલા પ્રશ્નોને નજરઅંદાજ કરે છે.

પાટીદારો સરદાર પટેલના મૂલ્યોનું જતન કરે

રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે રવિવારે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના  હસ્તે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા હરિદ્વાર ખાતે નિર્માણ પામનાર લેઉવા સમાજભવનનો શિલાપૂજનવિધિ સમારોહ યોજાયો હતો. સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ દાનની સરવાણી વહેવડાવવા અનુરોધ કરતા માત્ર બે કલાકમાં રૂ. ૩૫ કરોડનું દાન જાહેર થયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેઉવા પટેલ ઉદ્યોગપતિઓ હાજર રહ્યાા હતા.

graphics1

graphics1

graphics1

ડો. બળવંત જાની ચતુર્ભૂજ, ચતુર્વર્ણ અને ચતુર્યુગીય સારસ્વત છેઃ મોરારિબાપુ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભવનના વડા પદેથી નિવૃત્ત થયેલા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને સાહિત્ય ક્ષેત્રે જેમનું ઊંચુ પ્રદાન છે તેવા ડો. બળવંત જાનીનું સન્માન કરતાં પ્રખર રામાયણી સંત પૂ. મોરારિબાપુએ કહ્યું હતું કે, વિદ્વાનનું સન્માન અને વિદ્વાનની ખોજ કોઈપણ સમયે, કોઈપણ સંજોગોમાં કરવી જ જોઈએ.

ભૂજઃ કચ્છની અગ્રણી આરોગ્ય સંસ્થા બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન બચુભાઈ રાંભિયાનું ગત સપ્તાહે અચાનક અવસાન થયું છે. કચ્છના વિકાસના દરેક કાર્યમાં તેમનું માર્ગદર્શન પ્રરેણારૂપ રહ્યું હતું.

આપને તથા સૌ કાર્યકર મિત્રોને નવું વર્ષ હર પ્રકારે ઉમંગ, ઉત્સાહ અને ઉત્કર્ષમાં ઉમેરો કરે એવી સદ્ભાવના સ્વીકારશો.

નવું વર્ષ આવે છે આંગણે, આવો તેને વધાવીએ
સમરી મંત્ર એકતાનો હૃદયમાં,
પ્રેમની જ્યોત જગાવીએ
કામ ક્રોધ અને લોભ મોહના,
દોષ મૂળથી ઉખાડીએ
આધી વ્યાધિના દુ:ખ ન આવે,  મનને દ્રઢ બનાવીએ
સુખી અને સમૃદ્ધ રહો સહુ, એવા વેણ ઉચ્ચારીએ
સમગ્ર હિન્દુમાં સંપ વધે તે, કર્મ તરત અપનાવીએ

- ભરતભાઈ કોરીઆ, થોર્નટન હીથ