Advanced search


આ સેવક વિદેશી બેન્કોમાં જમા કાળાં નાણાંનો એક એક પૈસો પાછો લાવશે... વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી બેન્કોમાં જમા કાળાં નાણાં (કરવેરાભર્યા વગરના ‘ઉપરના’ નાણાં એટલે કાળા નાણાં)નો ભંડાર દેશમાં પાછો લાવવાનો મક્કમ નિર્ધાર તો - ફરી એક વખત - વ્યક્ત કર્યો છે, પણ ક્યારે? આ પ્રશ્નનો જવાબ કોઇની પાસે નથી. 

આઇપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ કહ્યું હતું કે કે, સ્પોટ ફિક્સિંગમાં સામેલ તમામને સજા થવી જોઇએ. જો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના માલિક સટ્ટો રમવામાં સામેલ હોય તો બંને ટીમોને સસ્પેન્ડ કરી દેવી જોઇએ.

લંડનમાં કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકનું રોમાંચક કોન્સર્ટ

બોલીવૂડની ઊજવણીઓમાં સ્ટારડસ્ટ એક કદમ આગળ રહે છે. મધુરી ગાયકીના કિંગ અને ક્વીન તરીકે પ્રસિદ્ધ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકનું રોમાંચક કોન્સર્ટનું લંડનમાં આયોજન સ્ટારડસ્ટ દ્વારા કરાયું છે. તાજેતરમાં મુંબઈ ખાતે મેગ્ના લાઉન્જમાં કોન્સર્ટના લોગોના અનાવરણ અને આગામી શો વિશે મીડિયાને સંબોધન કરવા આ બેલડી સાથે મંચ પર મેગ્ના પબ્લિશિંગ કંપની લિમિટેડના નારી હરિ અને કાર્યક્રમના હોસ્ટ રાજીવ પોલ પણ  ઉપસ્થિત હતા.

વડા પ્રધાન મોદી અને ભાજપના ટીકાકારો સતત કહેતા રહ્યા છે કે આ (ભાજપ) સરકારે ચૂંટણીપૂર્વે વાયદા ઘણા કર્યા હતા, પણ તેનો અસરકારક અમલ ભાગ્યે જ દેખાય છે. પડોશી પાકિસ્તાન અને ચીન - દેશને સૌથી વધુ કનડે છે. પણ સરકારે શું કર્યું? ભાજપ સરકાર ન તો છાશવારે યુદ્ધવિરામનો ભંગ કરતા પાકિસ્તાનને રોકી શકી છે કે ન તો ભારતીય ક્ષેત્રમાં સતત અવળચંડાઇ કરતી ચીની સેનાને રોકી શકી છે. 

મેરેજમાં જોવા જેવી ૨૮ આઇટમો

ઇ-મેઇલથી કંકોત્રી મોકલીને સેટરડે-સન્ડેમાં મરેજ ગોઠવાતા અમારાં વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં નોકરી-ધંધાને નેવે મૂકીને લગનની ધમાલું માણતા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વિદેશી બેંકોમાં કાળું નાણું જમા કરાવનારા ત્રણ ભારતીયોનાં નામોનો ખુલાસો કર્યો છે. સરકારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટને આઠ નામ જણાવ્યાં છે, જેમાંથી ત્રણનો ખુલાસો થયો છે.

બ્રિટન પર આતંકી હુમલાનો ખતરો

લંડનઃ આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે, હાલ બ્રિટન પર ન્યૂ યોર્કના ૯/૧૧થી પણ મોટો આતંકવાદી હુમલાનો ખતરો ઝળૂંબી રહ્યો છે. આ વાત કોઈ અધૂરા સર્વેક્ષણોના આધારે નથી કહેવામાં આવી, પરંતુ ખુદ બ્રિટનના હોમ સેક્રેટરી થેરેસા મેએ કરી છે. થેરેસા મેએ એક અખબાર સાથેની વાતચીતમાં આ માહિતી આપી છે.

માંડવીઃ લંડન નોર્થ હેમ્ટનથી માંડવી ફરવા આવેલા ભાટિયા પરિવારની બે લાખની રોકડ, પાસપોર્ટ, બેંક કાર્ડ સહિતની બેગ ખોવાઈ ગયા બાદ સ્થાનિક રહેવાસી અને દરજી કામ કામ કરતા નીતિન ઓઘવજી પરમારે પરત કર હતી.

દારૂ માટેની પરવાનગી (પરમીટ) ૨૦૧૨ની સાલ સુધી ઈન્ડિયન હાઈ કમિશન ૬ મહિના માટે મફત આપતું હતું. કયા કારણસર આ સગવડ બંધ કરાઇ તેનો કંઈ ખુલાસો કરાતો નથી. હવે કહેવાય છે કે આ પરમીટ એક મહીના માટે ભારતમાં હવાઈમથક પર ઉતરતી વખતે મળશે.

કમ્પ્યુટર જિનિયસ

લંડનઃ પાંચ વર્ષની વયે સામાન્ય રીતે બાળકો પ્રાઇમરી સ્કૂલમાં ‘એ ફોર એપલ’ અને ‘બી ફોર બોલ’ શીખે છે, પરંતુ લંડનમાં કોવેન્ટ્રીનો નિવાસી પાંચ વર્ષ ૧૧ મહિનાના અયાન કુરેશીએ ‘સી ફોર કોમ્પ્યુટર’માં મહારત મેળવી લીધી છે. તેણે બર્મિંગહામ સિટી યુનિવર્સિટીમાં યોજાયેલી માઇક્રોસોફ્ટ વિંડોઝ ૮.૧ની કમ્પ્યૂટર ટેસ્ટ પાસ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.