Thief hypnotises shopkeeper before robbing him 09/12/2014 12:13 pm K.K. Joseph In a bizarre case, a thief has hypnotised shopkeeper Aftab (Aziz) Haider and robbed money from his pockets.
અમદાવાદ-લંડનની સીધી ફ્લાઈટ માટે ભાજપના નેતા રૂપાલા કેન્દ્રમાં રજૂઆત કરશે 11/12/2014 5:53 am Sandip Bhavsar અમદાવાદઃ અમદાવાદ-લંડન-અમદાવાદની એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવા માટે લંડન ખાતેથી તથા ભારતમાંથી છેલ્લા કેટલાક સમયથી અસરકારક પ્રયત્ન કરવામાં આવે છે તેમાં સંસદસભ્યો, ગુજરાતના મંત્રીશ્રીઓ અને ખુદ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરી છે. આવી ફ્લાઈટ ચાલુ કરવા માટે લંડન અને ભારતમાં ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટની રચના કરવામાં આવી છે. તેના કન્વીનર તરીકે ભાજપના રાજ્યસભાના વ્હિપ મનસુખભાઈ માંડવિયાની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુને રૂબરૂ મળીને મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું.
લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ માટે ગુજરાતના બે વરિષ્ઠ પ્રધાનોની કેન્દ્ર સરકારમાં રજૂઆત 11/12/2014 5:54 am Sandip Bhavsar અમદાવાદઃ ગુજરાતના બે મંત્રીઓ વરિષ્ઠ મંત્રી - શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને નાગરિક ઊડ્ડયન મંત્રી સૌરભ પટેલે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, અમદાવાદ-લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવામાં આવે. નાગરિક ઊડ્ડયન મંત્રી સૌરભ પટેલે વિશ્વાસ દર્શાવ્યો હતો કે આવી ફ્લાઈટ ચોક્કસ ચાલુ થશે.
British Pakistani man and sons stripped of citizenship 09/12/2014 12:36 pm Rupanjana Dutta A British Pakistani man and his three grown up sons are believed to be the first to be stripped of their citizenship, after being accused of being Islamist extremists.
• પીપલગ પાસે સિક્સ લેન હાઈવેનો ગ્રામજનો દ્વારા વિરોધઃ 11/12/2014 5:58 am Sandip Bhavsar ખેડા જિલ્લાના પીપલગ ગામ નજીક નેશનલ હાઈવે નં-૮ને સિક્સ લેન કરવાની કામગીરી શરૂ થઇ છે. પરંતુ સિક્સ લેનને કારણે હાઈવે પરથી આવન-જાવનમાં ભારે તકલીફ પડતી હોવાથી ગ્રામજનોએ કામગીરીનો વિરોધ કરીને ગામમાં જવા અન્ડર બ્રિજ બનાવવાની માગણી કરીને હાઈવે પરની કામગીરી અટકાવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગામમાં રહેતા ખેડૂતોની જમીન હાઈવેની સામે બાજુ છે. જેથી ખેડૂતો અને તેમના પરિવારને રોજ હાઈવે ક્રોસ કરીને પોતાનાં ખેતરોમાં જવું પડે છે. જેથી તેમને ભારે હાલાકીને સામનો કરવો પડે છે. ગ્રામજનોએ આ અંગે અનેક વખત રાજય સરકાર સમક્ષ રજૂઆત કરીને હાઈવે ક્રોસ કરીને સામે જવાની જગ્યાએ અન્ડરબ્રિજ બનાવવા માટે માગણી કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ અસરકાર પગલાં લેવામાં આવ્યાં ન હતાં.
Sharma welcomes £15n roof repair scheme for places of worship 09/12/2014 12:41 pm Rupanjana Dutta Alok Sharma, the Member of Parliament for Reading West, has written to places of worship, including churches, mosques, temples, gurdwaras and synagogues serving his constituency to make them aware of a new £15million fund for the repair of roofs and guttering on vulnerable listed places of worship.
બ્રિટિશર હત્યા કેસમાં અરજી ફગાવાઈ 11/12/2014 6:01 am Sandip Bhavsar હિંમતનગરઃ વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ પ્રાંતિજ ખાતે બ્રિટિશ નાગરિકની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી ઇમરાન દાઉદની ફેર જુબાની લેવા માટે સરકાર પક્ષે કરેલી અરજી સ્પશિયલ કોર્ટના જજ આઇ.પી. શાહે ફગાવી છે.