Advanced search


ભૂજઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન સૌથી ઓછા વરસાદથી સૂકા ભઠ્ઠ થયેલા કચ્છના ૩૫૩ જેટલા ગામોને આખરે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે અછત અને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરીને આ તમામ ગામડાઓમાં પશુઓ માટે ઘાસચારો અને લોકો માટે પીવાના પાણી સહિતની અછતની કામગીરી માટે સાબદું કર્યું છે.

ભારત, બ્રિટન કે પછી આફ્રિકા.... કારમા દુકાળ, અફાટ રણ અને અપાર મુશ્કેલીઅો છતાં જો કોઇ પ્રજાએ આપબળે સફળતાના શિખરો સર કર્યા હોય તો તે છે કચ્છીઅો. બ્રિટનમાં આજે કચ્છીઅોની સંખ્યા ભલે ૪૦,૦૦૦ જેટલી હોય પરંતુ કચ્છીઅોએ જે પ્રગતિ કરી છે તે બેમિસાલ છે.

વડોદરામાં સિદ્ધનાથ મંદિર પાસેથી ૨૦૦૦ વર્ષ જૂની વાવની સ્થાનિક પ્રજાજનો દ્વારા સફાઇ કરાતાં શિવલિંગ, પાર્વતી અને ગણપતિની મૂર્તિ મળી આવતી હતી. ઐતિહાસિક મહત્વ ધરાવતાં આ શહેરની ફરતે આવેલી નવનાથની વર્તમાન સ્થિતિ સુધારવા વડોદરા શહેર નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા નવનાથના તમામ મંદિરોની સફાઇ ઝુંબેશ શરૂ કરાઇ છે. અગાઉ અહીં પ્રાથમિક સફાઇ ટાણે ઇ.સ. ૧૩૨૫ લખાણ લખેલ એક શિલાલેખ પણ મળ્યો હતો. આ વાવ ૨૦૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂની હોવી જોઇએ. અત્યારના તબક્કે તો વાવ ૩૦ ફૂટથી વધુ ઉંડી હોવાનુ મનાય છે.

An Indian origin man in the UK who was stabbed in Manchester city last week died on his 63rd birthday. Ujjal Singh died after being attacked in the city's Crumpsall area on December 1. He was taken to Manchester Royal Infirmary after the knife attack but he died at the hospital, the Manchester Evening News reported.

સ્ટાર ભારતીય ક્રિકેટરો વર્લ્ડ કપ પહેલાં જ ‘આઉટ’

આગામી ફેબ્રુઆરીમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપ માટે પસંદ થયેલા ટીમ ઇંડિયાના ૩૦ સંભવિત ખેલાડીઓમાં ગત વર્લ્ડ કપના સ્ટાર ખેલાડીઓના નામ સામેલ નથી તે માટે કોઇએ આશ્ચર્ય પામવાની જરૂર નથી. આ ખેલાડીઓ છેલ્લા લાંબા સમયથી તેમની પ્રતિભાને અનુરૂપ દેખાવ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે તે કોણ નથી જાણતું? ‘લિટલ માસ્ટર’ સુનીલ ગાવસ્કરના આ અભિપ્રાયમાં ભારતીય પસંદગીકારોનો વર્લ્ડ કપ માટેની ટીમ પસંદ કરવાનો માપદંડ ઝળકે છે. રમતગમતનું ક્ષેત્ર એવું છે જ્યાં વ્યક્તિના નામ કે ભવ્ય ભૂતકાળ કરતાં વર્તમાનનું એટલે કે રમતમાં સાતત્યનું વિશેષ મહત્ત્વ હોય છે. વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, હરભજન સિંહ અને ઝહીર ખાનને આ જ વાત નડી ગઇ છે. આ પાંચેય ખેલાડી ગયા વર્લ્ડ કપમાં છવાઇ ગયેલા, પણ આ વખતે ૩૦ સંભવિતોમાં ય સ્થાન પામ્યા નથી. આમાં પણ યુવરાજ સિવાયના ચારેય ખેલાડી તો તેમના નબળા દેખાવના કારણે છેલ્લા એક વર્ષથી ટીમ ઇંડિયા સાથે છે જ નહીં. ભારતની ક્રિકેટ ક્ષિતિજે ઉભરેલા પ્રતિભાશાળી યુવાશક્તિ પર નજર ફેરવતાં અત્યારે તો એવું લાગે છે કે આ ખેલાડીઓ માટે હવે ટીમ ઇંડિયાના દરવાજા બંધ થઇ ગયા છે.

સમાજવાદી જનતા દળઃ ફરી એક મોરચાનો જન્મ

ભારતની રાજકીય ક્ષિતિજે એક નવું જોડાણ આકાર લઇ રહ્યું છે. તાજેતરમાં મુલાયમ સિંહના નેતૃત્વમાં મળેલા લાલુ પ્રસાદ, શરદ યાદવ, એચ. ડી. દેવેગૌડા જેવા પીઢ નેતાઓએ જનતા દળના જૂના પરિવારને સમાજવાદી જનતા દળના નેજામાં એકત્ર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

* સરસ્વતી ભવન દ્વારા સમગ્ર યુકેમાં કોઇ પણ સ્થળે ક્રિસમસ અને ન્યુ યર કે પછી અન્ય તમામ પ્રસંગો માટે આપના ઘરે આવી ગાર્ડનમાં ફ્રેશ ઢોંસા બનાવી આપવામાં આવશે. ક્રિસમસ પાર્ટીનું બુકિંગ ચાલુ છે. સંપર્ક: 07748 63 62 64 જુઅો જાહેરાત પાન નં. ૧૮.

ભારત અને આઠ પાડોશી દેશોના બનેલા જૂથ સાર્કની ૧૮મી બેઠક નેપાળના પાટનગર કાઠમંડુ ખાતે યોજાઇ. ખૂબ જ દુખ સાથે કહેવાનું કે પાકિસ્તાનની ધરાર આડોડાઈને લીધે નક્કર અને વિકાસલક્ષી મુદ્દાના નિર્ણય વગર તે સમાપ્ત થઇ. ભારતના વડા પ્રધાન શ્રી મોદીજીએ ખૂબ જ જોશભેર કહેલ કે જો આપણે સાથે મળીને કામ કરીએ તો અનેક ગણો ફાયદો સાર્ક દેશોને થાય તેમ છે. મોદીજીની વાતને પાકિસ્તાન સિવાયના દરેક શાર્ક દેશોએ સ્વીકારી જોરદાર સમર્થન આપેલ.

Chef, author and food critic Anjali Pathak grew up understanding that spices were magical ingredients and quickly learnt that just a few could transform a simple dish into something extraordinary. Born in the famous Pathak family, who founded the Patak's brand, her book, Secrets From My Indian Family Kitchen, to be published in 2015, takes its inspiration from the recipes that Anjali learnt from her family.

રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છના આઠ હજાર ગામડાઓ અને ૧૩૦થી વધુ નગરો અને મહાનગરોમાં પાણીની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરાયાં છે. સરદાર સરોવર કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટેના પમ્પીંગ સ્ટેશનો અને પાઈપલાઈનના કામો આગામી બે-ત્રણ માસમાં પૂર્ણ થવામાં છે ત્યારે એશિયાના સૌથી મોટા ગણાતા ઢાંકી પમ્પીંગ સ્ટેશનની ગત સપ્તાહે પાણી પુરવઠા પ્રધાન વિજયભાઈ રૂપાણી અને રાજ્ય પ્રધાન જયેશભાઈ રાદડિયાએ સાઈટ મુલાકાત લીધી હતી.